________________
૧૪૮
દેવવંદનમાલા
એક વાર મૌન એકાદશીને દિવસે નગરમાં આગ લાગી. તે આગ ફેલાતી ફેલાતી શેઠ પિસહમાં રહયા છે, ત્યાં સુધી આવી પહોંચી. લેકેએ શેઠને ઘરમાંથી નીકળી જવાનું કહ્યું. પરંતુ શેઠ તે કુટુંબ સહિત કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. શેઠના ધર્મના પ્રભાવથી તેમનાં ઘર, હાટ, વખારે પૌષધશાલા વગેરે સઘળું બચી ગયું, તે સિવાય બધું નગર બળી ગયું.
પ્રભાતે શેઠની સઘળી સંપત્તિ બચી ગએલી જોઈને સર્વ લેકે આશ્ચર્ય પામ્યા, શેઠની ધર્મશ્રદ્ધાનાં વખાણ કરવા લાગ્યા. આ વાત જાણીને રાજા પણ મંત્રી સામતાદિ પરિવાર સાથે શેઠને ત્યાં આવ્યું. તે પણ શેઠની સર્વ સંપત્તિ અખંડ રહેલી જોઈને આશ્ચર્ય પામ્ય. સર્વેએ જૈન ધર્મના વખાણ કર્યા. અને આજે જૈન ધર્મને પ્રભાવ નજરે જે એમ બેલવા લાગ્યા. શેઠે પણ તપ પૂરે થયે ત્યારે તપનું મોટું ઉજમણું કર્યું. બીજા પણ ધર્મનાં અનેક કાર્યો કર્યા.
શેઠને અનેક પુત્ર પુત્રીને પરિવાર હતું તે બધાને પરણાવ્યા. પછી વૃદ્ધ ઉંમરે પહોંચેલા શેઠે વિચાર કર્યો કે હવે મારે ગુરૂ પાસે ચારિત્ર લઈ જન્મ સફળ કરે જઈએ. પુણ્યગે ચાર જ્ઞાની ગુણસુંદર નામે આચાર્ય ત્યાં પધાર્યા. શેઠે મોટા પુત્રને ઘર સેંપીને તેમની પાસે દીક્ષા લીધી. તે વખતે ઘણું દ્રવ્ય વાપર્યું. શેઠની ૧૧ સ્ત્રીઓએ પણ તેમની સાથે દીક્ષા લીધી.