________________
મૌન એકાદશીની કથા.
૧૪૭ જેડીને સુવ્રત શેઠે ગુરૂને કહ્યું કે “મારે અંગીકાર કરવા
ગ્ય ધર્મ જણાવે.” તે વખતે ગુરૂએ પણ સભા સમક્ષ સુવ્રત શેઠને પૂર્વ ભવ કહ્યો, પછી કહ્યું કે તમે પૂર્વભવમાં મૌન એકાદશીનું તપ કર્યું તેથી આ ભવમાં આવી અદ્ધિ પામ્યા છે. અને હવે પણ તેજ તપ કરે જેથી મોક્ષનાં સુખ પણ મળશે.
શેઠે પણ ભાવ પૂર્વક કુટુંબ સહિત મોન એકાદશીનું વ્રત ગ્રહણ કર્યું. મૌન અગિઆરસને દિવસે શેઠ ઉપવાસમાં મૌન રહે છે એવું જાણવાથી ચેર લેક તે દિવસે શેઠને ઘેર ચેરી કરવા આવ્યા. ચેરેને જેવા છતાં શેઠ તે મૌન જ રહ્યા અને ધર્મ ધ્યાનમાં નિશ્ચલ રહ્યા. ચારે ધન લઈને ચાલવા લાગ્યા. પરંતુ શાસન દેવીએ એને થંભાવી દીધા, તેથી તેઓ ત્યાંથી ખસી શક્યા નહિ.
સવારે શેઠ કુટુંબ સાથે ધર્મશાલાએ જઈ ગુરૂને વાંદીને પિસહ પારીને જ્ઞાનની પૂજા કરી ઘેર આવ્યા. ચેરેને તેવી જ અવસ્થામાં ઉભેલા જોયા. પરંપરાએ આ વાત રાજા પાસે ગઈ. રાજાએ ચેરેને પકડવા સુભટોને મોકલ્યા. રાજા સુભટને ન મારે એ ચેરે ઉપર શેઠને દયા ભાવ થવાથી સુભટો પણ શેઠના તપના પ્રભાવે થંભી ગયા. આ વાત જાણીને રાજા પોતે ત્યાં આવ્યો. શેઠે રાજાને આદર સત્કાર કર્યો. શેઠે રાજાને નમીને શેરોને અભયદાન અપાવ્યું, શેઠની ઈચ્છા જાણી શાસન દેવે ચે તથા સુભટેને મુક્ત ક્ય. સર્વે સ્વસ્થાને ગયા. આથી જૈન શાસનને મહિમા વચ્ચે.