________________
ચૌમાસીના દેવવંદન-પં. પવવિજ્યજીકૃત
૧૨૩
એક સે વરસનું આઉખું એ, પાલી પાસ કુમાર; પદ્મ કહે મુકતે ગયાં, નમતાં સુખ નિરધાર. ૩:
પછી અંકિંચિત્ર નમુશ્કેણું, અરિહંત ચેઈઆણું. એક નવકારને કાઉસગ્ગ કરી મારી પહેલી થેય કહેવી. પછી લેગસ્સ સવલેએઅન્નત્થ૦ કહી બીજી ય કહેવી, પછી પુકખરવરદી, સુઅસ ભગવઓ અન્નત્થ૦ કહી ત્રીજી થાય કહેવી, પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણું અન્નથ૦ કહી ચેથી થેય કહેવી. તે થેયે આ પ્રમાણે –
થાય. શ્રી પાસ જિમુંદા, મુખ પૂનમ ચંદા; પદ યુગ અરવિંદા, સેવે ચોસઠ ઈંદા; લંછન નાગિંદા, જાસ પાયે સેહદા; સેવે ગુણી વૃંદા, જેહથી સુખ કંદા. જનમથી વર ચાર, કર્મ નાસે અગ્યાર; ઓગણીશ નિરધાર, દેવે કીધા ઉદાર; સવિ ચેત્રીશ ધાર, પુણ્યના એ પ્રકાર; નમિયે નર નાર, જેમ સંસાર પાર. એકાદશ અંગા, તેમ બારે ઉવંગા; ષટું છેદ સુગંગા, મૂલ ચારે સુરંગા; દશ પઈન સુસંગા, સાંભલો થઈ એકંગા; અનુગ બહુ ભંગા, નંદીસૂત્ર પ્રસંગા. ૩.