________________
ચૌમાસીના દેવવંદન-પં. પદ્યવિજયજીકૃત
૧૦૫
=
==
થાય, શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, ભવિ શિવસુખકામી, પ્રણમીયે શીશ નામી.
શ્રી શ્રેયાંસનાથ જિન દેવવંદન પછી “આભવમખંડા” સુધી વીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન! શ્રીશ્રેયાંસ નાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં? ઈચ્છે કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે
ચૈત્યવંદન. શ્રીશ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય; વિષણુ માતા જેહની, એંશી ધનુષ્યની કાય. ૧ વરસ ચોરાશી લાખનું, પાલ્યું જેણે આય; ખગી લંછન પદક જે, સિંહપુરીને રાય. રાજ્ય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યાતસ પદાઘને, નમતાં અવિચલ થાન. ૩
પછી અંકિચિ નમુત્થણુંઅરિહંત ચેઈઆણું અન્નત્થવ કહી એક નવકારને કાઉસગ પારી થેય કહેવો.