________________
માસીના દેવવંદન–પં. પદ્યવિજયજીકૃત
૧૦૩
થાય. સેવે સુરવર વૃંદા, જાસ ચરણારવિંદા; અમ જિન ચંદા, ચંદ વણે સોહંદા; મહસેન નૃપ નંદા, કાપતા દુ:ખદંદા; લંછન મિષ ચંદા, પાય માનું સેવિંદા.
શ્રી સુવિધિનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડો’ સુધી જયવયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! સુવિધિનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં ? ઈચ્છે કહી ચિત્યવંદન કરવું. તે આ પ્રમાણે –
ચૈત્યવંદન. સુવિધિનાથ નવમ નમું, સુગ્રીવ જસ તાત; મગર લંછન ચરણે નમું, રામા રૂડી માત. ૧ આયુ બે લાખ પૂરવ તણું, શત ધનુષની કાય: કાકદી નયરી ધણી, પ્રણમું પ્રભુ પાય. ૨ ઉત્તમ વિધિ જેહથી લહ્યો એ, તેણે સુવિધિ જિન નામ; નમતાં તસ પદ પદ્મને, લહિયે શાશ્વત ધામ. ૩
પછી અંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસ પારી થેય કહેવી.