________________
૧૦૨
દેવવનમાલા
થાય.
સુપાસ જિન વાણી, સાંભલે જેહ પ્રાણી; હૃદયે પહોંચાણી, તે તર્યાં ભવ્ય પ્રાણી; પાંત્રીશ ગુણખાણી, સૂત્રમાં જે ગુથાણી ષટ્ દ્રવ્યશુ જાણી, કર્મ પીલે જ્યું ધાણી. શ્રી ચંદ્રપ્રભ જિન દેવવંદન.
૧
પછી ‘આભવમખંડા' સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દેઇ ઇચ્છા॰ સદિસહ ભગવન્ ! શ્રીચંદ્રપ્રભ જિન આરાધના' ચૈત્યવંદન કરૂ ? ઈચ્છ` કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે—
ચૈત્યવંદન.
લક્ષ્મણા માતા જનમીયે, મહસેન જસ તાય; ઉડુપતિ લંછન દીપતા, ચંદ્રપુરીનેા રાય. દેશ લખ પૂરવ આઉખું, દોઢસા ધનુષની દેહ; સુર નરપતિ સેવા કરે, ધરતા અતિ સસનેહ. ચંદ્રપ્રભુ જિન આઠમા એ, ઉત્તમ પદ દાતાર; પદ્મવિજય કહે પ્રણમીયે, મુજ પ્રભુ પાર ઉતાર. ૩
.
પછી જકિચિ૰ નમ્રુત્યુણ અરિહંત ચૈઇઆણું કહી એક નવકારના કાઉસગ્ગ પારી થાય કહેવી.