________________
ચૌમાસીના દેવવંદન–પં. પવિજયજીકૃત
૧૦૧ * પછી જંકિંચિત્ર નમુથુણંઅરિહંત ચેઈઆણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ પારી થય કહેવી.
થાય.
અઢીશે ધનુષ કાયા, ત્યક્ત મદ મોહ માયા; સુસીમા જસ માયા, શુકલ જે ધ્યાન ધ્યાયા; કેવલ વર પાયા, ચામરાદિ ધરાયા; સેવે સુર રાયા, મોક્ષનગરે સધાયા.
શ્રી સુપાસ જિન દેવવંદન. પછી “આભવમખંડા” સુધી જ્યવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન્! શ્રી સુપાસ જિન આરાધનાથ ચૈત્યવંદન કરૂં? ઈચછું કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણેશ્રી સુપાસ નિણંદ પાસ, ટાલ્યા ભવ ફેરો; પૃથિવી માત ઉરે જ, તે નાથ હમેરો. પ્રતિષ્ઠિત સુત સુંદરૂ, વાણારસી રાય વિશ લાખ પૂરવ તણું, પ્રભુજીનું આય. ધનુષ બસેં જિન દેહડી એ, સ્વસ્તિક લંછન સાર; પદપ જસ રાજતા, તાર તાર ભવ તાર. ૩
પછી અંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઈયાણું અન્નથ૦ કહી એક નવકારને કાઉસગ્ન.પારી થેય કહેવી.
-
૧