________________
ચૌમાસીના દેવવંદન–૫૦વીરવિજયજીકૃત
૪૭
૪૭
શ્રી સંભવનાથ જિન ચૈત્યવંદન. સત્તમ ગેવિજ ચવન છે, જનમ્યા મૃગશિર માંહિ; દેવ ગણે સંભવ જિના, નમીયે નિત્ય ઉત્સાહી. ૧ સાવOી પુરી રાજી, મિથુન રાશી સુખકાર; પન્નગ યોનિ પામીયા, યોનિ નિવારણ હાર. ૨ ચઉદ વરસ છદ્મસ્થમાં એક નાણુ સાલ તરૂ સાર; સહસ વતીશું શિવ વર્યા, વીર જગત આધાર. ૩
થાય-( શાંતિ જિનેસર સમરીયે એદેશી. ) સંભવ સ્વામી સેવીએ, ધન્ય સજજન દીહા; જિન ગુણ માલા ગાવતા, ધન્ય તેહની જીહા; વયણ સુગંગ તરંગમાં, નહાતા શિવગેહી; ત્રિમુખ સુર દૂરતારિકા, શુભ વીર સનેહી.
શ્રી અભિનંદન સ્વામીનું ચૈત્યવંદન. ચવ્યા જયંત વિમાનથી, અભિનંદન જિનચંદ; પુનર્વસુમાં જનમીયા, રાશિ મિથુન સુખકંદ. ૧ નયરી અયોધ્યાને ધણી, યોનિ વર મંજાર, ઉગ્ર વિહારે તપ તયા, ભૂતલ વરસ અઢાર. ૨
૧ સાતમા ગ્રેવેયકથી (ચરિત્રમાં આનત દેવલોકથી). ૨ વૃક્ષનું નામ પ્રયાસ પણ કહે છે. ૩ ચરિત્રમાં વિજય છે. ૪ ચરિત્રમાં અછિત છે.