________________
દેવવંદનમાલા
શ્રી અજિતનાથ જિન ચૈત્યવંદન. આવ્યા વિજય વિમાનથી, નારી અયોધ્યા કામ; માનવ ગણ 'રિખરોહિણી, મુનિ જનના વિશ્રામ. ૧ અજિતનાથ વૃષ રાશિયે, જનમ્યા જગદાધાર; યોનિ ભુજંગમ ભયહરૂ, મિને વર્ષ તે બાર. ૨ ‘સસ(ત)પરણ તરૂ હેઠલે એ, જ્ઞાન મહોત્સવ સાર: એક સહસ્સશું શિવ વર્યા, વીર ઘરે બહુ પ્યાર. ૩
પછી જંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઈ અનથ૦ કહી એક નવકારને કાઉસગ કરી પારી થાય કહેવો.
થેય-(પ્રહ ઊઠી વંએ દેશી.) જબ ગર્ભે સ્વામી, પામી વિજયા નાર; જીતે નિત્ય પીયુને, અક્ષ ક્રીડન હુંશિયાર; તિણે નામ અજિત છે, દેશના અમૃત ધાર; મહાજક્ષ અજિતા, વીર વિઘન "અપહાર. ૧
આ થેય કહી ઊભા ઊભા જયવીયરાય “આભવમખેડા સુધી કહેવા. આ પ્રમાણે સર્વે તીર્થકરેના દેવવંદનને વિધિ જાણો. એટલે કે સલમા, બાવીસમા, ત્રેવીસમા અને ચેવીસમા તીર્થંકર પ્રભુના દેવવંદનને વિધિ પ્રથમ પ્રભુના વિધિ પ્રમાણે જાણુ, અને બાકીના પ્રભુને વિધિ બીજા શ્રીઅજિતનાથ પ્રભુના વિધિ પ્રમાણે જાણ.
૧ નક્ષત્ર. ૨ એ નામનું વૃક્ષ. ૩ રમવાના પાસા. ૪. વીરવિજયજીના. ૫ દૂર કરનાર.