________________
દેવવંદનમાલા,
પંડિત શ્રીવીરવિજયવિરચિત
ચૌમાસી દેવવંદન. વિધિ-પ્રથમ ઈરિયાવહિ પડિકકમી, ખમાસમણ દઈ ઈચ્છા સંદિ. ભગવદ્ ચૈત્યવંદન કરૂં? ઈચ્છ. કહી નીચે મુજબ ચિત્યવંદન કહેવું.
દુહા. શ્રી સંખેશ્વર ઈશ્વર, પ્રણમી ત્રિકરણ યોગ, દેવ નમન ચઉમાસી, કરશું વિધિ સંયોગ. ૧ કષભાજિત સંભવ તથા, અભિનંદન જિનચંદા સુમતિ પદ્મપ્રભ સાતમા, સ્વામી સુપાસ જિણું. ૨ ચંદ પ્રભ સુવિધિ જિન, શ્રી શીતલ શ્રેયાંસ; વાસુપૂજ્ય વિમલ તથા, અનંત ધર્મ વર વંશ. ૩ શાંતિ કુંથુ અર પ્રભુ, મલ્લી સુવ્રત સ્વામ, નમિ નેમીસર પાસ જિન, વદ્ધમાન ગુણધામ. ૪ વર્તમાન જિન વંદતાં એ, વિદ્યા દેવ ત્રિકાલ; પ્રભુ શુભ ગુણ મુગતા તણી, વીર રચે વરમાલ. ૫
અહિંયાં જંકિંચિ૦ નમુત્થણું કહી અર્ધા જયવીયરાય કહેવા. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! શ્રી ઋષભ જિન આરાધનાથે ચિત્યવંદન કરૂં? ઈચ્છ કહી નીચે મુજબ ચૈત્યવંદન કહેવું.
૧. ખેતી