________________
૩૪
દેવવંદનમાલા
પંચમ શ્રી કેવલજ્ઞાનનું સ્તવન,
કપૂર હોયે અતિ ઉજલે --એ દેશી. શ્રી જિનવરને પ્રગટ થયું રે, ક્ષાયિક ભાવે જ્ઞાન દેષ અઢાર અભાવથી રે, ગુણ ઉપન્યા તે પ્રમાણ, ભવિયા, વંદે કેવલજ્ઞાન; પંચમી દિન ગુણ ખાણ, ભવિયા,વં –એ આંકણી. ૧ 'અનામીના નામને રે, કિયે વિશેષ કહેવાય એ તે મધ્યમ વૈખરીરે, વચન ઉલ્લેખ કરાય રે.ભ૦૨ ધ્યાન ટાણે પ્રભુ તું હોય રે, અલખ અગોચર રૂપ પરા પયંતિ પામીને રે,કાંઈપ્રમાણે મુનિ ભૂપરે.ભ૦૩ છતી પર્યાય જે જ્ઞાનની રે, તે તે નવિ બદલાય, શેયની નવનવી વર્તનારે,સમયમાં સર્વ જણાયરે ભ૦૪ બીજા જ્ઞાન તણી પ્રભારે, એહમાં સર્વ સમાય; રવિ પ્રભાથી અધિક નહીરે, નક્ષત્ર ગણુ સમુદાયરે ભ૦૫ ગુણ અનંતા જ્ઞાનના રે, જાણે ધન્ય નર તેહ; વિજ્યલક્ષ્મી સૂરિ તે લહેરે,જ્ઞાનમહદય ગેહ રે.ભ૦ ૬
પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રીકેવલજ્ઞાન આરાધનાથે કાઉસગ્ગ કરું? ઈચ્છ. કમિ કાઉસગ્ગ વંદણવરિઆએ અન્નત્થ૦ કહી એક લેગસ્સને અથવા ન આવડે તે ચાર નવકારનો કાઉસગ્ગ કરી નમેડત કહી થેય કહેવી, તે આ પ્રમાણે
૧ નામ રહિતના. ૨ અવસ્થાએ.