________________
દેવવંદનમાલા
Ta
ઉમા નામની વિજયમાં શુભા નામની નગરીમાં અમરસિંહ રાજાની અમરાવતી રાણીની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થયે, યોગ્ય સમયે જન્મેલા તે પુત્રનું સુગ્રીવ નામ પાડ્યું. વીસ વર્ષની ઉંમર થએ સુગ્રીવને રાજ્ય સેંપી પિતાએ દીક્ષા લીધી. સુગ્રીવ રાજા ઘણી રાજ કન્યાઓ પરણ્યા. તેમને અનેક પત્ર થયા, તેમાં મેટા પુત્રને ગાદીએ બેસાડી તેમણે દીક્ષા લીધી. કેવલજ્ઞાન પામી ભવ્ય જીને બોધ પમાડતાં એક લાખ પૂર્વ સુધી ચારિત્ર પાળી સર્વ કર્મને ક્ષય કરી ક્ષે ગયા.
એ પ્રમાણે વરદત્ત અને ગુણમંજરી બંને જણા જ્ઞાન પંચમીની આરાધના કરીને મોક્ષે ગયા. આ જ્ઞાન પંચમીની આરાધનાથી સૌભાગ્યની વૃદ્ધિ થતી હોવાથી એને સૌભાગ્ય પંચમી પણ કહે છે. આ બંનેની બોધદાયક કથા વાંચીને ભવ્ય જ જ્ઞાનપંચમીની આરાધનામાં ઉદ્યમી બને ! !
આપણા બાળકોને ખાસ વે ચાવોજ્ઞાનપંચમીને મહિમા યાને વરદત્ત-ગુણમંજરી. (સચિત્ર)
આ પુસ્તક બાળકને ગમે તેવું સુંદર ને સહેલાઈથી સમજી શકે તેવી સરળ ભાષામાં લખાયેલ છે.
આ પુસ્તક જ્ઞાનપંચમી વિષેનું છે, તેમાં જ્ઞાનની મહત્તા. તેનાથી થતા લાભો અને તેની આશાતનાથી થતા ગેરલાભો સુંદર રીતે પૂ.મુનિશ્રી નિરંજનવિજયજી મહારાજશ્રીએ આલે છે, અને સુંદર ભાવવાહી દસેક ચિત્રો પણ મૂકવામાં આવ્યા છે. જે બાળકોને ખૂબ ગમશે માટે મંગાવે.
પ્રાપ્તિસ્થાન-નાગરદાસ પ્રાગજીભાઈ કે. દેસીવાડાની પોળ, મહાવીર સ્વામીનો ઢાળ-અમદાવાદ,