________________
દેવવંદનમાલા
રાજાએ ગુરૂને પૂછ્યું કે “આ કુમારના શરીરના રે કયારે નાશ પામશે? અને અમને શાંતિ ક્યારે મળશે તે કૃપા કરીને જણાવો.” ત્યારે દયાળુ ગુરૂ મહારાજે કહ્યું કે તપના પ્રભાવથી રોગ નાશ પામશે અને સંપત્તિની પ્રાપ્તિ થશે. કારણ કે કહ્યું છે કે “તપના પ્રભાવથી જે દ્વર હોય, જે દુઃખે આરાધાય તેવું હોય તે સઘળું તપ વડે સાધ્ય બને છે” ગુરૂએ વરદત્ત કુમારને પણ જ્ઞાન પંચમીને તપ કરવાનું કહ્યું. કુમારે પણ તે તપ કરવાનું ગુરૂ પાસે અંગીકાર કર્યું રાજા રાણી અને બીજા લેકેએ પણ તે તપ કરવાનું અંગીકાર કર્યું. ત્યાર પછી સર્વે સ્વસ્થાને ગયા.
વિધિ પૂર્વક પંચમીનું તપ કરતા કુમારના સર્વે રેગ નાશ પામ્યા. શરીર સુંદર થયું. જ્ઞાનાવરણીય કર્મનો સારે પશમ થવાથી તે સઘળી કળા શીખે. તથા અનેક રાજકન્યાઓ પર. રાજાએ વરદત્તને રાજ્ય સેંપી ચારિત્ર લીધું. વરદતે પણ લાંબે કાળ રાજ્યનું પાલન કર્યું. દરેક વર્ષે ઉત્સાહ પૂર્વક વિધિ સાથે પંચમીનું આરાધન કરતાં છેવટે પુત્રને રાજ્ય સેંપી વરદત્ત કુમારે પણ દીક્ષા લીધી.
આ તરફ ગુણમંજરીના મહારગે પણ તપના પ્રભાવથી ચાલ્યા ગયા, તેથી તે અતિ રૂપવતી થઈ તે મોટા ઉત્સવ પૂર્વક જિનચન્દ્ર સાથે પરણી. તેણે પણ તપનું આરાધન કરી લાંબો કાળ ગૃહનું સુખ ભોગવી ચારિત્ર ગ્રહણ કર્યું. એ પ્રમાણે વરદત્તે તથા ગુણમંજરીએ ચારિત્રનું