________________
જ્ઞાનપંચમીની કથા.
“ આથી કંટાળેલા ગુરૂના મનમાં એવા કુવિકલ્પ આવ્યા કે મારો માટેા ભાઈ કાંઈ ભણ્યા નથી તેથી તે કૃતાર્થ અને સુખી છે. તેને નિરાંતે ઉંઘવાનું મળે છે. તે મૂર્ખ હોવાથી તેને કઈ પૂછતું નથી, તેથી કાઈ પ્રકારની માથાફેડ તેમને નથી. તે મરજી મૂજબ ખાય છે અને ચિત્તની શાંતિમાં રહે છે. આવું મૂર્ખાપણું મને પણ મળે તેા ઘણું સારૂ, કારણ કે મૂખપણામાં મુખ્ય આઠ ગુણા રહેલા છે: મૂર્ખ ૧ નિશ્ચિન્ત હોય છે, ૨ ઘણું ખાઈ શકે છે. ૩ લજ્જા રહિત મનવાળા હાય છે. ૪ રાત દિવસ સૂઇ રહે છે. ૫ કાર્યાકા ની વિચારણામાં આંધળા અને મહેરા હાય છે. ૬ માન અને અપમાનમાં સમાન હોય છે. ૭ રોગ રહિત હાય છે. ૮ મજબૂત શરીરવાળા હોય છે.”
“ આવું વિચારીને મનમાં નક્કી કર્યુ કે હવેથી કાઈને ભણાવીશ નહિ. પૂર્વનું ભણેલ ભૂલી જઈશ, નવું ભણીશ નહિ. ત્યાર પછી માર દિવસ મૌન રહ્યા. આ પ્રકારના રૌદ્રધ્યાનમાં પાપની આલેાચના કર્યા સિવાય મરીને તે વસુદેવ સૂરિ તમારા પુત્ર થયા છે. પૂર્વ ભવમાં બાંધેલ તીવ્ર જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી તે અત્યંત મૂર્ખ અને કુષ્ઠ રોગી થયેલ છે. માટે ભાઇ વસુસાર મરીને માનસ સરોવરમાં હુંસ થયા છે. કર્મોની વિચિત્ર ગતિ છે
""
ઉપર પ્રમાણેનાં ગુરૂનાં પેાતાના પૂર્વ ભવને જણાવનારાં વચના સાંભળીને વરદત્ત કુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયુ. ક્ષણ માત્ર મૂર્છા પામીને સ્વસ્થ થઇને કુમારે ગુરૂને કહ્યું કે ગુરૂનુ વચન સત્ય છે.