________________
૫૫૬
ભીલ કહે સુણે ગોરડી, ઈણ વન ન જાસે; પર પુરૂષ તમને દેખશે, ધિંગડ ભલરાણે. વન ૩ -ભીલી કહે સુણે સ્વામીજી, મારે વચન અવધારે; પર પુરૂષ ભાઈ બધવા, ભારે ભીલજ રાય. વન- ૪ સ્વામી તણું આજ્ઞા લઈ, ભીલી રમવાને ચાલી, વનરે દીઠું રળીયામણું ભીલી ખેલવા લાગી. વન, ૫ દ્રમકરાય પેઠે હુ, ઝબકી નાઠીરે ભીલી, કમલ કમલે ગુફા અ છે, ભીલી ભીતિમે પેઠી, વન૬ ગજગતિ ચાલે ચાલતી, તારા દુઃખશે પાય; જમણી પદમણી વાલહી, પરણ પર્યાં છે પાન. વન૭ રાય કહે પ્રધાન સુણે, ભીલી રૂપે છે રૂડી, ભલ કરીને ભેળ, મારે મંદિર લાવો. વનપ્રધાન ચડીને આવીયે, લાગે ભીલીને પાય; રાય કહે પ્રાણ તણું, કરવું મારી માય. વન- ૯ કે તું અપછરા દેવ કન્યા, નહિ હું દેવજ પુતલી, જનમ દીયો મુજ માવડી, રૂપ દીઓ કરતાર. વન- ૧૦ વન વસો તુમે ઝુંપડા, આ અમારે વાસ; અમરે સરીખા રાજીયા, કેમ મેરે નિરાસ. વન- ૧૧ વન ભલાર ભારે ઝુંપડા, ખપ નહિરે આવાસ, અમરે સરિખી ગોરડી, તારે ઘેર છે દાસ. વન ૧૨ સાલ દાલ ધૃત સાલણ, નિત નવાર તલોલ;