________________
૪૩૯
શેઠ ધનારે જિણ નગરી વસે, ધનવંતમાં સિર દાર છે; મૂલા નામેરે ગૃહિણી જાણિયે, રૂપે રતિ અવતારોજી,દા. ૮ એણે અવસર શ્રીવીર જિનેશ્વરૂ, કરતા ઉગ્ર વિહારે જી; પિષ વદ પડવેરેઅભિગ્રહ મનધરી,આવ્યાતિપુર સારો છે. ૫ રાજ સુતા હોયે મસ્તક ક્ષીર કરી,કીધા ત્રણ ઉપવાસ; પગમાં બેડી રોતી દુઃખ ભરી, રહેતી પર ઘરવાસોજી.દા.૬ ખરે રે બપોરે બેઠી ઉંબરે એક પણ બાહિર એક મહે; સુપડાને ખુણેરે અડદના બાલા,મુજને આપે ઉત્સાહજી.દાહ એહવું ધારીરે મનમાંહે પ્રભુ, ફરતા આહારને કાજેજી; એક દિન આવ્યારે નંદીને ઘરે, ઈર્ષા સમિતિ વિરાજજી.દા૦૮
તવ સા દેખીરે મન હર્ષિત થઈ, મોદક લેઈ સારે જી; વહેરાવે પણ પ્રભુજી નવિ લીયે ફરી ગયા તે ગુવાર જી.દા૦૯ નંદી જઈને રે સહિયરને કહે, વીર જિનેસર આવ્યા; ભિક્ષાકાજેરે પણ લેતા નથી,મનમાં અભિગ્રહ લાવ્યા.દા.૧૦
તેહનાં વયણ સુણી નિજ નયરમાં, ઘણા રે ઉપાય કરાવે છે, એક નારી તિહાં મોદક લેઈ કરી, એક જણ ગીતજ ગાવે છે. દાનવ
૧૧ એક નારી શૃંગાર સહામણ, એક જણ બાલકલેઈજી; એક જણ મૂકે વેજ મોકલી, નટકએક કરેઈજી. દા.૧૨ એણપરેરામારે રમણી રંગ ભરી, આણી હર્ષ અપાર; વહેરાવે બહુ ભાવે ભકતે કરી, તેય ન લીગે આહારજી.દા૧૩