________________
તવ રાયજાદી એમ ભણે, ભૂડા એમ શું ભાંખે રે, વયવિરૂદ્ધ એ બોલતાં, કાંઈ કુલલાજ ન રાખે છે. શી. ૫
હું પુત્રી ઉગ્રસેનની, અને તું યાદવકુલ જાય રે; એ નિર્મલ કુલ આપણું, તે કેમ અકારજ થાય છે. શી ૬
ચિત્ત ચલાવી એણી પરે, નિરખીશ જો તું નારી રે, તે પવનાહત તરૂપરે, થાઈશ અથિર નિરધારી રે. શી૦ ૭
ભાગ ભલા જે પરહર્યા,તે વલી વાંછે જેહ રે; વમનભક્ષી કુતર સમે, કહીયે કુકમી તેહ રે. શીટ
સરપ અંધક કુલતણું, કરે અગ્નિ પ્રવેશ રે પણ વસિયું વિષ નવિ લીયે, જુઓ જાતિ વિશેષ છે. શી
તિમ ઉત્તમ કુલ ઉપના, છેડી જોગ સંજોગ રે ફરી તેહને વાં છે નહિ, હુવે જે પ્રાણ વિણ રે. શી ૧૦
ચારિત્ર કિમ પાલી શકે, જે નવિ જાયે અભિલાષ રે, સીદાતો સંકલ્પથી, પગ પગ ઈમ જિન ભાંખે રે. શ૦ ૧૧
જે કણ કંચન કામિની, ઈચ્છતા અને ભાગવતા રે, ત્યાગી ન કહિએ તેહને , મનમેં શ્રી જોગવતા . શી. ૧૨
ભેગ સંગ ભલા લહી, પરહરે જેહ નિરીહ રે, ત્યાગી તેહજ ભાખિયો, તસ પદ નમું નિશ દીહ રે. શી. ૧૩
એમ ઉપદેશને અંકુશ, મયગલ પરે મુનિરાજે રે, સંયમ મારગ રિથર કર્યો, સાથું વંછિત કાજ રે. શી. ૧૪
એ બીજા અધ્યયનમાં, ગુરૂહિત શીખ પયાસે રે, લાભવિજય કવિરાયને, વૃદ્ધિવિજય એમ ભાસે રે. શી૧૫