________________
:
જાગ જાણ ભવિ પ્રાણીયા, આયુ ઝટ ઝટ જાય; વખત ગયો ફરી નવિ આવશે, કારજ કાંઈ ન થાય. સાર૦૨ દશ દષ્ટાંત હિલે, પામી નર અવતાર છે; દેવ ગુરૂ જગ પામીને, કરીએ જન્મ સુધારજી. સાર૦ ૩ મારૂં મારૂં કરી જીવ તું, ફરી સઘળે ઠાણજી; આશા કઈ ફળી નહી, પામ્ય સંકટ ખાણજી. સાર૦ ૪ માતપિતા સુત બાંધવા, ચડતી સામે આવે પાસ; પડતી સમે કઈ નવિ રહે, દેખો સ્વારથ સારછે. સાર૦ ૫ રાવણ સરીખારે રાજવી, લંકાપતિ જે કહ્યા છે ત્રણ જગતમાંહિ ગાજતે, ધરતે મન અભિમાનજી. સાર૦ ૬ અંત સમય ગયા એકલા, નહી ગયું કોઈ સાથ; એહવું જાણુને ધરમ કીજીએ, હશે ભવજલ પારજી. સાર૦ ૭ મેહ નિદ્રાથી જાગીને, કરે ધરમશું પ્રેમજી; એવી સૌભાગ્યની વાણીને, ધારો મનશું પ્રેમજી. સાર૦ ૮
૩૬ શ્રી શાણા નરની સઝાય. સારા તે નરને શીખામણ છે સેજમાં જાર ન રમીયે પરનારીની સાથ; વ્યસન પડયું તે જાય કદી નહી જીવતા, હોય કાયા પણ જીવ ન રહે હાથ જે. રાત દિવસ લગે જતન કરે પરનારનું, લાજ ઘટે ને જીવનું જોખમ થાય છેકાછડી છુટ લંપટ સહુમાં કહે, કુલ વિષે ખપણ લાગ્યું કહેવાય છે. સા.