________________
- ૧૯ મનુષ્ય ભવની દુર્લભતાની સઝાય.
મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે -એ દેશી.
મનુષ્ય ભવનું ટાણું રે, કાલે વડી જશે રે, અરિહંત ગુણ ગાવો નર નાર, રત્નચિંતામણિ આવ્યું હાથમાં રે; ભાગવત ગુણ ગાવે નર નાર, મનુષ્ય ભવનું ટાણું રે... ૧ " બળદ થઈને રે ચીલા ચાંપશો રે, ચડશો વળી ચોરાશીની ચાલ, નેતરે બાંધીને ઘાણીએ ફેરવશે રે, ઉપર બેસી મુખ દેશે માર, મનુo
કુતરા થઈને રે ઘર ઘર ભટકશે રે, ઘરમાં પેસવા નહી દીએ કાય; કાનમાં કીડા રે પડશે અતિ ઘણા રે, ઉપર પડશે લાકડીઓના માર. મનુo
ગધેડા થઈને રે ગલીઓમાં ભટકશો રે, ઉપાડશો અણતોલ્યા ભાર ઉકરડાની ઓથે રે જઈને ભૂકશે રે, સાંજ પડે ધણું નહી લીએ સંભાર. મનુ
ભેડ થઈને પાદર ભટકશો રે, કરો વલી અશુચિના આહાર; નજરે દીઠા રે કઈને નવી ગમો રે, દેશે વળી પથરાના પ્રહાર. મનુ
૫ - ઊંટ થઈને રે બોજા ઉપાડશો રે, ચરણો વળી કાંટાને
થેરફ હાથને હડસેલે ઘર ભેગા થશો રે, ઉપર પડશે પાટુના પ્રહાર. મનુ
ઘડા થઈને રે ગાડીઓ ખેંચશો રે, ઉપર પડશે ચાબુક