________________
પડિકમણાં દેય ટંકના, પિષ વ્રત ઉપવાસ રે, નિયમ ચિંતારે સર્વા, જ્ઞાન ધ્યાન સુવિલાસ રે. પ્રમુઠ 3
દેહને દુખ દેવા થકી, મહાફળ પ્રભુ ભાખે રે, ખગ ધારા ત્રએ સહી, આતમ અંતગડ શાખે રે. પ્રભુ ૪
ચૌદ વર્ષ સાધિક હેવે, એ તનું પરિમાણ, દેહના દંડ દૂર કરે, તપ ચિંતામણું જાણરે. પ્રભુ ૫
સુલભ બોધિ જીવને, એ તપ ઉદયે આવે રે; શાસન સુર સાંનિધ્ય કરે, ધર્મ રત્ન પદ પાવે છે. પ્રભુત્ર દ
૧૮ વૈરાગ્યની સજઝાય. જીવડલાઆજે જવું કે કાલે મરણ ભય સર્વને માથે ચાલેછે, પડયા જળ પંખીડાં તિહાં પકડાશે, કમલ ખીલ્યાં તે તો ખચિત કરમાશે, જમ્યા તે તો જરૂર મરી જાશે. જીવ. ૧
કાને બે કુંડળ લટકાવી ફાંકડા ફરતા, ધમક સહુ ધરતી ઉપર પગ ધરતા; એવા નરને દીઠા ઠાઠડીઓમાં ઠરતા. જીવ૨
ગયારે જાણે ગાદીપતિ મેલી ઠેઠાં, ગયા રે પંડિત પડ્યા મેલી પોથાં, એ તો સડી સડી થઈ ગયાં થોથાં. જી૩
નવારે નવા પોશાક પહેરી નિસરતા, મોટા રે મોટા મહીપતિને જઈમળતા એવાનરને દીઠા મસાણમાં બળતા.જીવ૦૪
ખમા રે ખમા કહેવાતા પડતા આખડતા, રસ્તન મુનિ દુર્યોધન પેઠે ફરતા, એવા નરનાં નામ શોધ્યાં નથી જડતા. જીવ