________________
૪૧૦
ગોયમના ગુણ ગાવતાં, ઘર હાય કાડ કલ્યાણ વાચક શ્રીકરણ ઈમ ભણેજ, વંદુ બે કર જોડ, સમય- ૧૦
૩ મરણ વખતની સજ્જોય. સુણે સાહેલીરે, કહું હૃદયની વાત જરૂર છવને મરવું સાચું, કંઈ નથી બાંધ્યું ભાતું, મરવા ટાણે, મારાથી કેમ ભરાશે; કેમ ભરાશે શી ગતિ થાશે, નરકમાં કેમ રહેવાશેરે. સાસુ સંતાપ્યારે, નણદીને કાંઈ ન આપ્યું હાથમાં તો કરવત લઈને, મૂળ પિતાનું કાપ્યું. ૨ બે બાળકડાં રે, બાઈ મારા છે લાડકડાં અંગથી અળગા રહેશે, પોતાના કેમ કહેવાશે. . ભર્યા ભાણ્યારે, આ ઘર કેનાં કહેવાશે; મરવાની તે ઢીલજ નથી, આ ઘર કાને સંપાશે. ૬. પરવશ થઈને, પથારીએ પડશું; હતું ત્યારે હાથે ન દીધું, હવે શી ગતિ થાશે. પાસ ચડશે, ધબકે આંખ ઉઘડશે; અહિંથી ઉઠાતું નથી, ભૂખ્યા કેમ ચલાશે. જમદૂત આવશે રે, એકદમ ભડકા બળશે; ઝાઝા દુખની જવાળા ચડશે, ડચકા કેમ લેવાશે. સમય સુંદર કહે રે, સહુ સમજીને રહેશો સમજ્યા તે તે સ્વર્ગે પહોંચ્યા, બીજા ગાફેલગોથાં ખાશે. ૮