________________
૪૧૧
૩૧ સમક્તિનું સ્વરૂપ. સમકિતના ઘણા પ્રકાર છે, પણ અલ્પ માત્ર લખું છું. સમકિતના મુખ્ય બે પ્રકાર છે, એક વ્યવહાર સમકિત અને બીજુ નિશ્ચય સમકિત. તેમાં વ્યવહાર સમકિત તે અઢાર દુષણ રહિત દેવને દેવ માનવા. તે અઢાર દુષણ નીચે મુજબ જાણવાં, જેમાં અંતરાય પાંચ તે
એક દાનાંતરાય, બીજું લાભાંતરાય, ત્રીજું ભેગોતરાય, ચોથું ઉપભેગાંતરાય, પાંચમું વિયતરાય એ પાંચ અંતરાય તથા હાય, રતિ, અરતિ, ભય, દુર્ગા, શેક, કામ, મિધ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવ્રત, રાગ અને દ્વેષ. એ અઢાર દુષણ રહિત રિખભાદિ ચોવીસ તીર્થકરને શુદ્ધ દેવ, તરણ તારણ જહાજ રૂપ માનવા અને જે દેવ સંસારથી તર્યા નથી તેવાને દેવ બુદ્ધિએ માનવા નહિ.
૨ ગુરૂ તે પ્રભુએ મુનિને જે માર્ગ બતાવ્યો છે તે માર્ગે ચાલનાર, પંચ મહાવ્રતના પાળનાર, છકાયના રક્ષક, શુદ્ધ પ્રરૂપક, તેમને ગુરૂ બુદ્ધિએ માનવા.
૩ ધર્મ તે કેવળીએ પ્રરૂપે જે આગમમાં સાત નય તથા એક પ્રત્યક્ષ, બીજું પરાક્ષ એ બે પ્રમાણ અને ચાર નિક્ષેપે કરી સહે. આ ત્રણ તત્વ ઉપર શ્રદ્ધા રાખવી તે વ્યવહાર સમિતિ.
બીજું નિશ્ચય સમકિત તે આવી રીતે–દેવ તે આપણે આત્મા જ તથા નિશ્ચય ગુરૂ તે પણ આપણે આત્મા જ