________________
૪૧૦
૩ આભિનિવેશિક મિથ્યાત્વ, તે કેવું છે ! ખાટુ જાણે પણ છેડે નહિ. વીતરાગના મારગ સાચા જાણે પણ આદરે નહિ. કની પેઠે ? જેએ પાર્શ્વનાથજીના ચારિત્ર થકી ભ્રષ્ટ થઈને ગેાસાળા પાસે રહ્યા તેની પેઠે.
૪ સશયિક મિથ્યાત્વ, જે વીતરાગના વચનમાં સમયે સમયે સશય પડે, જેમ કે એ વચન સાચું છે કે જીઠું છે; અથવા એ વાત આમ હશે કે નહિ હૈાય એમ ડામા ડાળ મન રહે.
૫ અનાભાગ મિથ્યાત્વ કહેતાં અજાણપણું જેથી ધની કશી ખબર છે નહિ. તે સર્વથી અજાણુ, નખળે છે. થા વાસ્તે જે જાણુ અાણુના ભાંગા આઠ છે. એ આઠ ભાંગાના વિસ્તાર ઘણા છે, તે ગ્રંથ ગૌરવ થાય માટે લખ્યા નથી. તથા દશ ભેદ મિથ્યાત્વના કહ્યા છે તે શ્રી ઠાણાંગછમાં છે તે રીતે જાણજો. એવી રીતે મિથ્યાત્વને ભજતા જીવ અનતા કાળ પરિભ્રમણ કરે, માટે મિથ્યાત્વને ત્યાગ કરી, દેવ ગુરૂ ધમને એાળખી, સમકિત સહિત ધમ કરણી કરે તે લેખામાં આવે, અને સમકિત વિના સર્વ ધર્માં કરણી છાર પર લીંપણ જેવી કાંઇ કામ આવે નહીં. કહ્યુ છે કે “ પ્રથમ જાણ પછી કરે કિરિઆ, એ પરમાર્થ ગુણકા રિયા,” માટે દેવ ગુરૂ ધર્મને પીછાની સમકિત સહિત ધર્મ કૃત્ય કરવાં,