________________
- તત્વ રમણી અને નિશ્ચય ધર્મ તે આપણા જીવને સ્વભાવ છે. એવી સહણ તથા પોતાના આત્માનું સ્વરૂપ અને પુલનું સ્વરૂપ જાણે, આત્મા ચેતન ગુણ છે, અને પુરાલ જડ ગુણ છે, તેથી આત્મામાં સર્વ પદાર્થ જાણ વાની શક્તિ છે, પણ કમેં કરીને અવરાયો છે. એવો નિરધાર થવાથી બાહ્ય પદાર્થો છે તેના ઉપરથી મેહને નાશ કરે છે. ફક્ત આત્મ ગુણમાં આનંદ માને છે એવી સહણી તે મોક્ષનું કારણ છે, કેમકે જીવ સ્વરૂપ ઓળ
ખ્યા વિના કર્મ ખપે નહિ. આવી શુદ્ધ સહણ તે નિશ્ચય સમકિત જાણવું.
એમ સમકિત સહિત અલ્પ ક્રિયા અનુષ્ઠાન ધર્મ કરણી સ્વર્ગનાં સુખ અને મોક્ષનાં શાશ્વત સુખ આપે છે,
जन्मदुःखं जरादुःखं, मृत्युदुःखं पुनः पुनः। संसारसागरे दुःखं, तस्मात् जागृत जागृत ॥१॥
અર્થ–જન્મનું દુઃખ, જરાનું દુખ, વારંવાર મૃત્યુનું દુઃખ, સંસાર સમુદ્રમાં દુઃખ છે, તે કારણ માટે હે ચેતના જાગ જાગ ૧
આ સંસાર દુઃખથી જ ભરેલું છે. તેમાં પ્રાણી માત્ર સુખ મેળવવાની વાંછા અજ્ઞાનતાથીજ કર્યા કરે છે, પરંતુ વાસ્તવિક સુખ તેમાં છે જ નહી. પણ ચારે ગતિમાં ભ્રમણ રૂપજ છે, તે ઉપરના વિચારે વાંચી મનન કરી શુદ્ધ શ્રદ્ધા પૂર્વક સમકિતને ગ્રહણ કરે કે જેનાવડે કરી આ પારાવાર