________________
૪૦૨ તે મળે સાધુ તથા શ્રાવકે ૫૦ બેલ કહેવા અને ૩ લેશ્યા 3 શલ્ય ૪ કષાય એ દશ સિવાય ૪૦ બોલ સાથ્વી તથા શ્રાવિકાઓ કહેવા. ૨૮ પંચ પરમેષ્ટિના અર્થ તથા તેના ૧૦૮ ગુણ.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચ પરમેષ્ટિ છે, તેને કંઇક અર્થ નીચે કહીએ છીએ
અરિહંત-અરિહંત-અરિ કહેતાં રાગદ્વેષાદિ જે શત્રુ, તેને હંત કહેતાં હણનાર. બાર ગુણે કરી સહિત સમવસરણને વિષે બિરાજમાન વિહરમાન તીર્થંકર જે શ્રી અરિહંત તેમને પ્રથમ નમરકાર. તેમના બાર ગુણનાં નામ-૧ અશોકવૃક્ષ, ૨ ફૂલની વૃષ્ટિ, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ સિંહાસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ, ૮ છત્ર, એ આઠ પ્રાતિહાર્ય હમેશાં ભગવાનની સાથે રહે છે. તે આઠ ગુણ તથા ૯ અપાયા ગમાતિશય ૧૦ જ્ઞાનાતિશય, ૧૧ પૂજતિશય, ૧૨ વચનાતિશય.
સિદ્ધ-જે સર્વ કમનો ક્ષય કરી લેકના અંતે સિદ્ધ શિલા ઉપર પોતાની કાયાને ત્રીજો ભાગ ઉણ કરતાં બે ભાગની અવગાહનાયે બિરાજમાન થયા છે તેવા આઠ ગુણે કરી સહિત સિદ્ધ ભગવાનને બીજે નમરકાર, તે આઠ ગુણનાં નામ-1 કેવલજ્ઞાન, ૨ કેવલદર્શન, ૩ અવ્યાબાધ સુખ, ૪ સાયિક સમ્યકત્વ ૫ અક્ષય સ્થિતિ, ૬ અરૂપી, ૭ અરૂલધુ, ૮ અનંત બળ.