________________
૪૦૦ વધુ નારી, નેમ રાજુલની અખંડ ગતિ, વર્ણન કેમ થાયે મારી જ મતિ.
७६ યથાર્થ કહું બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવલી જાણે ગાશે ભણશે ને જે કોઈ સાંભળશે, તેના મને રથ પુરા એ કરશે.
સિદ્ધનું સ્થાન હૃદયે જે ધરશે, તે તે શિવવધૂ નિશ્ચય વરશે; સંવત ઓગણસ શ્રાવણ માસ, વદની પાંચમનો દિવસ ખાસ.
૭૮ વાર શુકને ચોઘડીઉં સારું, પ્રસન્ન થયું મનડું મારું, ગામ ગામડાના રાજા રામસિંઘ, કીધે શલે કે મનને ઉછરંગ.૭૯
મહાજનના ભાવથકી મેં કીધે, વાંચી શકે માટે જશ લીધે દેશ ગુજરાત રહેવાશી જાણે, વિશા શ્રીમાલી નાત પ્રમાણે.
પ્રભુની કૃપાથી નવનીધિ થાય, બેઉ કર જોડી સુર શશી ગાય નામે દેવચંદ પણ સુરશશી કહીયે, બેઉને અર્થ એકજ લઈએ. | દેવ સુરજ ને ચંદ્ર જ છે શશી, વિશેષ વાણી હૃદયામાં વસી, બ્યાસી કડીથી પૂરો મેં કીધે, ગાઈ ગવડાવી સુયશ લીધે.
શ્રી નેમિનાથને સલેકે સંપૂર્ણ