________________
- ૩૯૯
તે તમે કુલતણે રાખો છ ધારે, આ ફેરે આવ્યો તમારે વારે વરઘોડે ચડી મહટે જશ લીધે, પાછો વળીને ફજેતો કીધે; આંખો અંજાવી પીઠી ચોળાવી, વરઘોડે ચડતાં શરમ ન આવી. - મહેકે ઉપાડે જાન બનાવી, ભાભીઓ પાસે ગાણાં ગવરાવી, એવા ઠાઠથી સર્વેને લાવ્યા, સ્ત્રી પુરૂષને ભલા ભમાવ્યા.
ચાનક લાગે તો પાછેરા ફરજો, શુભ કારજ એ મારૂં રે કરજે, પાછા ન વળિઆ એક જ ધ્યાન, દેવા માંડયું તિહાં વરસીજ દાન.
૭૧ દાન દઈને વિચાર જ કીધે, શ્રાવણ સુદી છઠનું મુહુરતજ લીધું; દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર, સાથે મુનિવર એક હજાર.
: , . ૭૨ ગિરનારે જઇને કારજ કીધું, પંચાવનમે દિન કેવલ લીધું પામ્યાં વધાઈ રાજુલ રાણી, પીવા ન રહ્યાં ચાંગળું પાણી.
૭૩ તેમને જઈ ચરણે લાગી, પીઉજી પાસે જ ત્યાં માગી, આપ કેવલ તમારી કહાવું, શુકન જેવાને નહી જાઉં. ૭૪ દીક્ષા લઈને કારજ કીધું, ઝટપટ પોતે કેવલ લીધું મળ્યું અખંડ એવા તમ રાજ, ગયાં શિવ સુંદરી જોવાને કાજ. ૭૫
સુદિની આઠમ અષાઢ ઘારી, નેમજી વરીયા શિવ