________________
' મેલિ .
૩૮૭ છેકોઈ કહે અમે જઈશું વહેલી, બળદને ધી પાઈશું પહેલી ૫૩
કાઈ કહે અમારા બળદ છે ભારી, પહોંચી ન શકે દેવ મોરારિ, એવી વાતેના ગલા ચાલે, પિત પિતાના મગનમાં મહાલે.
૫૪ બહોંતરે કળાને બુદ્ધિ વિશાળ, નેમજી નાહીને ધરે શણગાર; પહેર્યા પીતામ્બર જરકસી જામા, પાસે ઉભા છે તેમના મામા.
માથે મુગટ તે હીરલે જડિયો, બહુ મૂલો છે કસબીને ઘડીયે ભારે કુંડલ બહુમૂલાં મોતીને હાર, બાંધ્યા બાજુબંધ નવ લાગી વાર; દશે આંગળીએ વેઢ ને વીંટી, ઝીણી દિસે છે સેનેરી લીટી.
૫૭ હીરા બહુ જડીયા પાણીના તાજા, કડાં સાંકળ પહેર વરરાજા; મોતીને તેરે મુગટમાં ઝળકે, બહુ તેથી કલગી ચળકે.
૫૮ રાધાએ આવીને આંખડી આઇ, બહુ ડાહી છે નવ જાય ભાંજી, કુમકુમનું ટીલું કીધું છે ભાલે, ટપકે કસ્તુરી કરૂ છે ગાલે.
૫૯ પાન સોપારી શ્રીફળ જોડે, ભરી પાસને ચડીઆ વરઘોડે ચડી વડે ચટામાં આવે, નગરની નારી મોતીએ વધાવે. - વાજાં વાગે ને નાટારંભ થાય, તેમ વિવેકી તારણ જાય,