________________
તસ કેર શ્રાવક, ઋષભદાસ ગુણ ગાય. ૪
૧૩–૧૭ શ્રી સિદ્ધચકનું ચૈત્યવંદન. શ્રીસિદ્ધચક્ર આરાધતા, સુખ સંપત્તિ લહીએ, સુરતરૂ સુરરમણી થકીઅધિકજ મહિમા કહીએ, જે અષ્ટકમ હાણી કરી, શિવ મંદિર રહીએ, વિધિશું નવપદ ધ્યાનથી, પાતિક સવી દહીએ. સિદ્ધચક્ર જે સેવશે, એકમના નર નાર; મન વાંછિત ફળ પામશે, તે સવિ ત્રિભુવન મોજાર. ૩ અંગ દેશ ચંપાપુરી, તસ કેરો ભૂપાલ માયણ સાથે તપ તપે, તે કુંવર શ્રીપાલ. ૪ સિદ્ધચક્રજીના નમન થકી, જસ નાઠા રાગ તક્ષણ ત્યાંથી તે લહે, શિવસુખ સંજોગ. સાતમેં કાઢી હોતા, હુવા નિરોગી રે; સેવન વાને જલહલે, જહને નિરૂપમ દેહ. તેને કારણે તમે ભવી જનો, પ્રહ ઉઠી ભક્તિ, આ માસ ચૈત્ર થકી, આરાધ જુગતે. સિદ્ધચક્ર ત્રણ કાલના, વંદે સવી દેવ; પડિકમણું કરી ઉમય કાલ, જિનવર મુનિ સેવ, ૮ નવપદ ધ્યાન દુદે ધરો, પ્રતિપાલ ભવિ શીયલ, નવપદ આંબિલ તપ તપે, જેમ હેય લીલમ લીલ. ૯ પહેલો પદ અરિહંતને, નિત્ય કીજે ધ્યાન,