________________
૩૩૮
માગશર વદી દશમી વ્રત જાસ, વિચરે મન ઉલ્લાસ; એ જિન સેવો હિતકર જાણી, એહથી લહીએ શિવ પટરાણી, પુણ્ય તણું એ ખાણું.
રિખવ જિનેશ્વર તેર ભવ સાર, ચંદ્રપ્રભુ ભવ આઠ ઉદાર, શાંતિકુમાર ભવ બાર; મુનિસુવ્રત ને નેમકુમાર, તે જિનના નવ નવ ભવ સાર, દશ ભવ પાર્થકુમાર; સત્તાવીશ ભવ વીરના કહીએ, સત્તર જિનના ત્રણ ત્રણ લહીએ, જિન વચને સહીએ, ચોવીસ જિનને એહ વિચાર, એહથી લહીએ ભવને પાર, નમતાં જય જયકાર.
વૈશાખ સુદ દશમી લહી નાણ, સિંહાસન બેઠા વર્ધમાન, ઉપદેશ દેવે પ્રધાન, અગ્નિ ખુણે હવે ૫ર્ષદા સુણીએ, સાધી વૈમાનિક સ્ત્રી ગણીએ, મુનિવર ત્યાંહી જ ભણુએ, વ્યંતર જોતિષિ ભુવનપતિ સાર, એહને નૈરૂત્ય ખુણે અધિકાર - વાયવ્ય ખુણે એની નાર; ઈશાને સોહીએ નર નાર, વૈમાનિક સુર થઈ ૫ર્ષદા બાર, સુણે જિનવાણી ઉદાર, ૩
ચકેસરી અજિયા દુરિયારિ, કાલી મહાકાલી મનહારી, અચુઅ સંતા સારી જવાલા ને સુતારા અસોયા, શિરવત્સા વર ચંડા માયા, વિજયકસી સુખદાયા; પન્નતિ નિવાણી અચુઆ ધરણ, વૈરૂટ છુપ્ત ગધારી અઘહરણ, અંબા ૫૭માં સુખ કરણ સિદ્ધાર્થ શાસન રખવાલી, કનકવિજય બુધ આનંદકારી, જસ વિજય જયકારી.