________________
૩૩૯
૧૧ શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ. અંગદેશ ચંપાપુરવાસી, મયણા ને શ્રીપાલ સુખાસી, સમકિતશું મન વાસી, આદિ જિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મન આસી, ભાવ ધરી વિશ્વાસી, ગલિત કોઢ ગયો તેણે નાશી, સુવિધિશું સિદ્ધચક્ર ઉપાસી, થ વર્ગને વાસી, આસો ચૈતર પુરણમાસી, પ્રેમે પૂજે ભક્તિ વિકાશી, આદિ પુરૂષ અવિનાશી.
કેસર ચંદન ગમદ ઘોળી, હરખેશું ભલી હેમ કોલી, શુદ્ધ જલે અંધેલી; નવ આંબિલની કીજે ઓલી, આસો સુદ સાતમથી ખેલી, પૂજે શ્રી જિન ટાળી ચઉ ગતિની મહા આપદા ચોલી, દુર્ગતિના દુખ દૂરે ઢળી, કર્મ નિકાચિત રોળી, કર્મ કષાય તણા મદ રોળી, મશિવ રમણી ભરમભોળી, પામ્યા સુખની ઓળી.
આસો સુદ સાતમ સુવિચારી, ચૈત્રી પણ ચિત્તશું નિરધારી, નવ આંબેલની સારી એાળી કીજે આળસ વારી, પ્રતિક્રમણ બે કીજ ધારી, સિદ્ધચક્ર પૂજો સુખકારી, શ્રી જિન ભાષિત પર ઉપકારી, નવ દિન જાપ જપે નર નારી, જેમ વહીએ મોક્ષની બારી નવપદ મહિમા અતિ મનોહારી, જિન આગમ ભાખે ચમત્કારી, જાઉં તેહની બલિહારી. ૩
શ્યામ ભ્રમર સમ વેણું કાલી, અતિ સોહે સુંદર સુકમાલી, જાણે રાજ મરાલી, ઝલહલ ચક્ર ધરે રૂપાળી, શ્રી