________________
૩૩૬
વચ્ચે વચ્ચે કેયલના ટહુકાર, સહસ્ત્ર ગમે સહકાર; સહસા વનમેં હુઆ અણગાર, પ્રભુજી પામ્યા કેવળ સાર, પહોંચ્યા મુક્તિ મઝાર. - સિદ્ધગિરિ એ તીરથ સાર, આબુ અષ્ટાપદ સુખકાર; ચિત્રકૂટ વૈભાર, સુવર્ણગિરિ સમેત શ્રીકાર, નંદીશ્વર વર દ્વીપ ઉદાર, જિહાં બાવન વિહાર કુંડલ રૂચક ને ઈષકાર, શાશ્વતા અશાશ્વતા ચિત્ય વિચાર, અવર અનેક પ્રકાર; કુમતિ વયણ મં ભૂલ ગમાર, તીરથ ભેટે લાભ અપાર, ભવિયણ ભાવે જુહાર,
પ્રગટ છઠે અંગે વખાણી, દ્રૌપદી પાંડવની પટરાણી; પૂજા જિન પ્રતિમાની, વિધિશું કીધી ઉલટ આણી, નારદ મિથ્યાદષ્ટિ અનાણી, છાંડ અવિરતિ જાણું; શ્રાવક કુળની એ સહીનાણી, સમકિત આલાવે આખાણી, સાતમે . અંગે વખાણું પૂજનિક પ્રતિમા અંકાણી, ઈમ અનેક આગમની વાણી, તે સુણજે ભવિ પ્રાણી.
કેડે કટિમેખલા ઘુઘરીયાળી, પાયે નૂપુર રણઝમ ચાલી, ઉજજયંત ગિરિ રખવાળી, અધર લાલ જમ્યા પરવાળી, કંચનવાન કાયા સુકમાળી, કર હલકે અંબડાળી, વૈરીને લાગે વિકરાળી, સંઘના વિન હરે ઉજમાળી, અંબાદેવી મયાળી, મહિમાએ દશ દિશ અજુઆળી, ગુરૂ શ્રી સંઘવિજય સંભાળી, દિન દિન નિત્ય દિવાળી.