________________
૩૧૩ ઢાળ નવમી. આઠ કુવા નવ વાવડી-એ દેશી. હવે પછી પાવસહીમાં વાલા, તુમે ચાલો ચેતન લાલા રાજ; આજ સફળ દિન એ રૂડો–આંકણું, જિન મંદિર જિન મુરત ભેટ, ભવ ભવનાં પાતિક મેટે રાજ. આજ૦૧
તિહાં પાંચ ગભારે જઈ અટકળીયા, માનું પાંચ પ્રમેયી મળીયા રાજ; આજ૦ રાયણ તણે પગલાં સુખદાઇ, તિહાં રૂષભ પ્રભુને ગાઈ રાજ. આજ
નેમી જિનેશ્વર શીશ પ્રવીણ, મુનિ નંદીષેણ નવીન રાજ આજ શ્રી શત્રુંજય ભેટણ આવ્યા, તિહાં અજિત શાંતિ ગુણ ગાયા રાજ; આજ
તેહ તવન મહિમાથી જોડે, બિહું જિનવર વંઘા કેડે રાજ આજ તેહ મંદિર બે જોડે નીરખી, મેં ભેટયા બેહુ જિન હરખી રાજ. આજ
નયર ડહી તણે જે વાસી, મનુ પારખ ધર્મ અભ્યાસી રાજ આજ તેણે જિન મંદિર કીધું સારું, તિહાં ત્રણ પ્રતિમાને જુહારૂ રાજ. આજ૦ ૫
એક ભુવનમાં ત્રણ જિન રાજે, બીજામાં નેમ વિરાજે રાજ, દેવળ એક દેખી દુરિત નિકંદુ, તિહાં પાર્થ પ્રભુને વંદુ રાજ. આજ
બાવન હરી પાછળ ફરતી, જિન મંદિર શોભા
૪