________________
"પૃથ્વીકાય વિરાધીયા રે. ધયણ નાહણ પાણી, ઝીલણ અપકાય, છતિ ધતિ કરી દુહવ્યા એ. ભાઠીગર કુંભાર, લેહ સુવનગર; ભાડભુંજા લીહા લાગર એ. તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ રંગણ રાંધન રસવતી એ. એણી પરે કર્માદાન, પરે પર કેળવી તેઉ વાયુ વિરાધીયા એ. વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફૂલ ફળ ચુંટીયાં એ. પિંક પાપડી થાક, શેકયાં સૂકવ્યાં; છેદ્યાં છુંઘાં આથીયાં એ. અળશી ને એરંડા, ઘાણી ઘાલીને ઘણા તિલાદિક પીલીયા એ. ઘાલી કેલુ માંહે, પીલી શેલડી, કંદમૂળ ફળ વેચીયાં એ. એમ એકેંદ્રી જીવ, હણ્યા હણાવીયા; હણતાં જે અનુમોદિયા એ. આ ભવ પરભવ જેહ, વળીય ભોગવે, તે મુજ મિચ્છામિ દુક્કડ એ.