________________
૨૧૬
મૂર્ણપણે કરી બળવે હૈયે, કહે તુંબડ મુનિને દીએ. ૬ પારણું કરતાં પ્રાણજ ગયા, સુરલેકે મુનિ દેવજ થયા; અશુભ કર્મ બાંધે સા નારી, જાણી તૃપ કાઢે પુર બારે. ૭ કુછ રાગ દિન સાતે મરી, ગઈ છઠે નરકે દુઃખ ભરી; તિરિય ભવે અંતરતા લહી, મરીને સાતમી નરકમાં ગઈ. ૮ નાગણ કરી ને કુતરી, ઉદર ઘીરોલી જલો સુકરી, કાકી ચંડાલણ ભવ લહી, નવકાર મંત્ર તિહાં સહી. ૯ મરીને શેઠની પુત્રી ભઈ, શેષ કર્મ દુર્ગધા થઈ; સાંભળી જાતિ સ્મરણ લઈ, શ્રી શુભવીર વચન સહી. ૧૦
ઢાળ ત્રીજી (ગજરા મારૂછ ચાલ્યા ચાકરી રે-એ દેશી.) દુધા કહે સાધુને રે, દુઃખ ભોગવીઆ અતિરેક કરૂણા કરીને દાખીએ ૨, જિમ જાએ પાપ અનેક રે. જિ. ૧ જિમ મુનિ કહે રોહિણી તપ કરોરે, સાત વરસ ઉપર સાત માસ; રોહિણી નક્ષત્રને દિને રે, ગુરૂ મુખ કરીએ ઉપવાસરે. ગુ. ૨ તપથી અશોક નૃપની પ્રિયા, થઈ ભોગવી ભોગ વિલાસ, વાસુપૂજય જિન તીરે,તમે પામશો મોક્ષ નિવાસરે.તમે ૩ ઉજમણું પુરે તપે રે, વાસુપૂજ્યની પડિમા ભરાય; ચૈત્ય અશોક તરૂ તળે રે, અશક રોહિણી ચિતરાયરે, અ. ૪ સાહમીવચ્છલ પધરાવીને રે, ગુરૂ વચ્ચે સિદ્ધાંત લખાય; કુમાર સુગંધ તણી પરે , દુક્કમ સકલ ક્ષય જાયરે. દુષ્કર્મ ૫