________________
૧૭૯
૧૦ વર્ધમાન તપનું સ્તવન..
ઢાળ પહેલી. નવપદ ધરજે ધ્યાન, ભવિક તમે, નવપદ ધરજે ધ્યાન-એ દેશી. તપપદ ધરો ધ્યાન, ભવિક તમે, નામે શ્રી વર્ધમાન, દિન દિન ચઢતે વાન, ભવિક તમે, સેવ થઈ સાવધાન. ભ. ૧ પ્રથમ ઓલી એમ પાલીને, બીજીએ આંબીલ દેય, ભ૦ બીજી ત્રણ ચોથી ચાર રે, ઉપવાસ અંતરે હોય. ભ૦ ૨ એમ આદિલ સે વૃત્તની, સેમી એલી થાય; ભ૦ ચકિત અભાવે આંતરેરે, વિશ્રામે પહોંચાય. ભ૦ ૩ ચૌદ વરસ ત્રણ માસનીર, ઉપર સંખ્યા વિસ; ભ૦ હાલ માન એ જાણવુંરે, કહે વીર જગદીશ. ભ૦ ૪ અંતગડ અંગે વરણવ્યુંરે, આચાર દિનકર લેખ. ભ૦ ગ્રંથાંતરથી જાણવુંરે, એ તપનું ઉલ્લેખ. ભ૦ ૫ પાંચ હજાર પચાસ છે, આંબિલ સંખ્યા સર્વ ભ૦ સંખ્યા સે ઉપવાસની, તપ માન ગાલે ગર્વ. ભ૦ ૬ મહાન કૃષ્ણ સાધવીરે, વમાન તપ કીધ, ભય અંતગડ કેવલ પામીનેર, અજરામર પદ લીધ. ભ૦ ૭ શ્રીચંદ કેવલીએ તપ સેવીએરે, પામ્યા પદ નિવણ ભ૦ ધર્મ રત્ન પદ પામવારે, એ ઉત્તમ અનુમાન. ભ૦ ૮