________________
- - ૧૭૮
ઢાળ છઠ્ઠી. (રાગ ધનાશ્રી-કડખાની દેશી.) તું જો તું જ, કષભ જિન તું જ, અલ હું તુમ દરસન કરવા, મહેર કરો ઘણી, વિનવું તુમ ભણું, અવર ન કોઈ પણ જગ ઉદ્ધરવા. તુજ જગમાંહે મેહને મેર જિમ પ્રીતડી, પ્રીતડી જેવી ચંદ્રચકેરા; પ્રીતડી રામ લક્ષ્મણ તણી જેહવી, રાતદિન નામ ધાયું દરસ તારા. તુજ. શીતલ સુરતરૂ તણી તિહાં છાંયડી, શીતલ ચંદ ચંદન ઘસારે; શીતલું કેલ કપૂર જિમ શીતલું, શીતલ તિમ મુજ મન મુખ તમારે તુજ મીઠડો શેલડી રસ જિમ જાણીએ, ખટરસ દ્રાખ મીઠી વખાણી; મીઠડી આંબલા શાખ જિમ તુમ તણી, મીઠડી મુજ મન તિમ તુમ વાણી. તુજ તુમ તણું ગુણ તણે પાર હું નવિ લહુ, એક જીભે કેમ મેં કહી તાર મુજ તાત સંસાર સાગર થકી, રંગશું શિવરમણી વરી. તુજ
કલશ–ઈમ ઝષભ સ્વામી, મુક્તિગામી ચરણ નામી શિરએ મરૂદેવી નંદન સુખ નંદન, પ્રથમ જિન જગદીશ એ, મન રંગ આણી, સુખ વાણી, ગાઈઓ જગ હિતકરૂં; કવિરાય લબ્ધિ નિજ સુસેવક, પ્રેમ વિજય આનંદ વરો. ૧
શ્રી રૂષભ સ્વામીના તેર ભવનું સ્તવન સમાપ્ત.