________________
ભારી પીલો ચીકણા, કનક અનેક તરંગરે; પર્યાય દષ્ટિ ન દિજીએ, એકજ કનક અભંગરે. ધ.
દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પીજીએ, શુદ્ધ નિરંજન એક રે. ધ૫
પરમારથ પંથ જે કહે, તે રંજે એક સંતરે વ્યવહાર લખ જે રહે, તેહના ભેદ અનંત રે. ધ. ૬
વ્યવહારે લખ દોહિલ, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથરે. ધ૦ ૭
એક પખી લખી પ્રીતિની, તુમ સાથે જગનાથ; કૃપા કરીને રાખજે, ચરણ તળે ગ્રહી હાથ રે. ધ૮
ચક્રી ધરમ તીરથતણે, તીરથ ફલ તતસાર રે; તીરથ સેવે તે લહે, આનંદધન નિરધાર રે.
ધ૯ ૯૦ મલ્લીનાથ સ્વામીનું સ્તવન (૧૯)
રાગ કાફી. સેવક કિમ અવગણિયે હે મક્ષિજિન ! એહ અબ શોભા સારી અવર જેહને આદર અતિ દીયે, તેહને ભૂલ નિવારી.
| હો મલિ. ૧ જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણ જુઓ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણ ન આણી. હો મલ્લિ ૨
નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રીસાણી, જાણી ને નાથ મનાવી.હો. મલ્લિકુ