________________
૯૮
સુમેરૂ પીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચારજ ઈ. ભવી૪ અંગ ઉપાંગ નંદિ અનુગા, છ છેદ ને મૂળ ચાર; દસ પન્ના એમ ૫ણયાલીસ, પાઠક તેહના ધાર. વી. ૫ વેદ ત્રણ ને હાસ્યાદિક ષ, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અત્યંતર નવવિધ બાહ્યની, ગ્રંથી તજે મુનિરાય. ભ૦ ૬ ઉપશમ ક્ષયઉપશમ ને લાયક, દર્શન ત્રણ પ્રકારજી; શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીયે વારંવાર. ભવી અઠ્ઠાવીસ ચૌદ ને ષ દુગ ઇગ, મત્યાદિકના જાણજી; એમ એકાવન ભેદે પ્રણો, સાતમે ૫૮ વર નાણ. ભવી૮ નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારજી; નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણ, નિચે શુદ્ધ પ્રકાર. ભ૦ ૯ બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુળ; તે તપ નમીયે ભાવ ધરીને, ભવ સાગરમાં સેતુ ભવી. ૧૦ એ નવપદમાં પણ છે ધર્મ, ધર્મ તે વરતે ચારજી; દેવ ગુરૂ ને ધર્મ તે એહમાં, દોય ત્રણ ચાર પ્રકાર.ભવી. ૧૧ માર્ગદશક અવિનાશીપણું આચાર વિનય સંકેતેજી; સહાયપણું ધરતા સાધુજી, પ્રણમા એહીજ હેતે, ભ૦ ૧૨ વિમળેશ્વર સાંનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધેજી; પદ્મ વિજય કહે તે ભવિપ્રાણી, નિજ આતમ હિત સાધે. ભ૦ ૧૩