________________
મેં જા ભાવ ગાવે, સુણે તમેનરનારી, કહે હંસવિજીરે, પામો તમે ભવપારી. ગંગા૬
૪૭ શાંતિનાથનું સ્તવન. તું પારંગત તું પરમેશ્વર વાલા મારા, તું પરમારથદી, તું પરમાતમ તું પુરૂષોત્તમ, તેહિ અછેટી અવેદીરે, મનના મોહનીયા, તારી કીકી કામણગારીરે જગના સોહનિયા. ૧ યોગી અયોગી ભેગી અભેગી,વાલા તુહીં જ કામી અનામી; તુંહી અનાથ નાથે સહુ જગને, આતમ સંપદ રામીરે. મનના, તારી0 એક અસંખ્ય અનંત અનુચર, વાલા મારા, અકળ સકલ અવિનાશી અરસ અવર્ણ અગંધ અફાસી, તું હી અપાસી અનાશીરે. મનના તારી. ૩ મુખ પંકજ ભમરી પરે અમરી, વાલા મારા તુંહી સદા બ્રહ્મચારી, સમવસરણ લીલા અધિકારી, તુ હીજ સંયમ ધારીરે, મનના, તારી ૪ અચિરાનંદન અરિજ એહી, વાલા મારા કહણી માંહિ ન આવે; ક્ષમા વિજય જિન વયણ સુધારસ, પીવે તેહીજ પારે. મનના, તારી ૫
૪૯ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન લાજ રાખો પ્રભુ મારી, દયાળુ દેવા, લાજ રાખો પ્રભુ મારી, બહુ ભવ ભટકી શરણે આવ્યે, શ્રી વાસુપૂજ્ય તમારી. દયાળુ૦૧