________________
૩૭ શ્રી પંચપરમેષ્ઠિનું ચૈત્યવંદન બારગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જાવે ૧ આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય અષ્ટોતર શત ગુણ મળીએ, એમ સમરે નવકાર; ધીરવિમળ પંડિત તણે, નયપ્રણમે નિતસાર ૩ - શ્રી ચાવી જિનના વર્ણનનું ત્યવંદન
પદ્મપ્રભ ને વાસુપૂજ્ય; દોય રાતા કહીએ; ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દો ઉજજવલ લહીએ મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દે નીલા નિરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દે અંજન સરિખા સોળે જિન કંચન સમા એ, એવા જિન ચાવીસ ધીરવિમળ પંડિત તણે, જ્ઞાનવિમલ કહે શિષ્ય ૩
૧૭૦ જિનનું ચૈત્યવંદન સોળે જિનવર શામળા, રાતા ત્રીસ વખાણું લીલા મરકત મણ સમા, આડત્રીશ વખાણું ? પીળા કંચનવર્ણ સમ, છત્રીસે જિનચંદ; શંખવર્ણ સોહામણું, પચાસે સુખકંદ સિત્તેર સો જિન વંદિયે, ઉત્કૃષ્ટા સમકાળ; અજિતનાથ વારે હુઆ, વંદુ થઈ ઉજમાળ ૩