________________
૩૮
નામ જપતાં જિનતણું, દુર્ગતિ દુરે જાય; ધ્યાન ધ્યાતાં પરમાત્માનું, પરમ મહેદય થાય ૪ જિનવર નામે જશ ભલે એ, સકળ મને રથ સાર; શુદ્ધ પ્રતીતિ જિનતણુ, શિવસુખ અનુભવ ધાર પ.
શ્રી ચાવીસજિનના શરીર માનનું ચૈત્યવંદન પ્રથમ તીર્થકર દેહડી, ધનુષ પાંચસે માન; પચાસ પચાસ ઘટાડતાં, સો સુધી ભગવાન ૧ સોથી દશ દશ ઘટતું, પચાસથી પાંચ પાંચ; નેમનાથ બાવીશમા, દશ ધનુષનું માન ૨ પારસનાથ નવ હાથનું, સાત હાથ શ્રી વીર; એહવા જિન ચેવિશનું, કવિયણ કહે સુધીર શ્રી વીસજિનના આયુષ્યમાનનું ચૈત્યવંદન પ્રથમ તીર્થકર આખુ, પૂર્વ ચોરાશી લાખ; બીજા બોંતેર લાખનું, ત્રીજા સાઠ લાખ પચાસ ચાલીસ ત્રીસ વસ, દશ ને દેય; એક લાખ પૂરવતણું, દશમા શીતલ જોય રે હવે ચેરાશી લાખ વર્ષ, બારમા બહોતેર લાખ; સાઠ ત્રીશને દશનું, શાંતિ એક જ લાખ ૩ કુંથું પંચાણું હજારનું, અર ચોરાસી હજાર, પંચાવન ત્રીશને દશ, નેમ એક હજાર પારસનાથ સો વર્ષનું, બહોંતર શ્રી મહાવીર; એહવા જિન ચોવીશનું, આયુ સુણે સુધીર ૫