________________
૧
هم
(૧૯) મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નાયરી, પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી. તાત શ્રી કુંભ નરેસરુ, ધનુષ પચવીશની કાય, લંછન કલશ મંગલકરુ, નિર્મમ નિરમાય. ૨ વરસ પંચાવન તહસનું એ, જિનવર ઉત્તમ આય, પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩
(૨૦) મુનિસુવ્રત જિન વશમા, કચ્છપનું લંછન, પદ્મા માતા જેહની, સુમિત્ર નૃપ નંદન. ૧ રાજગૃહી નયરી ધણી, વીશ ધનુષ શરીર, કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઉદ્દામ સમીર. ૨ ત્રીસ હજાર વરસ તણું એ, પાલી આયુ ઉદાર, પદ્મવિજય કહે શિવ લહ્યા,શાશ્વત સુખ નિરધાર ૩
(૨૧) મિથિલા નયરી રજી, વપ્રા સુત સાચે, વિજયરાજ સુત છેડીને, અવર મત મા. ૧ નિલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ, નમિ જિનવરનું સેહતું, ગુણ ગણ મણિગેહ. ૨ દશ હજાર વરસતણું એ, પાલ્યું પરગટ આય, પદ્મવિજય કહે પુણ્યથી નમીયે તે જિનરાય. ૩