________________
(૨૨)
૧
નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય, સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. દશાહ ધનુષની દેહડી, આયુ વરસ હજાર, શંખ લંછનઘર સ્વામીજી, તજી રાજુલ નાર. સૌરીપુરનયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન જિન ઉત્તમ પદ પદ્મને નમતાં અવિચલઠાણ
(૨૩)
આશ પુરે પ્રભુ પાસજી, ત્રોડે ભવ પાસ વામા માત જનમીયા, અહિલંછન જાસ. અશ્વસેન સુત સુખકરુ, નવ હાથની કાયા, કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આયા. એક સો વરસનું આઉખું એ,પાળી પાસ કુમાર પદ્મ કહે મુકતે ગયા, નમતા સુખ નિરધાર
૩
(૨૪)
સિદ્ધારથ સુતચંદિયે, ત્રિશલાને જા, ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુર નરપતિ ગાયે. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાયા, બહોતેર વરસનું આઉખું, વિર જિનેશ્વર રાયા. ૨ ખિમાવિજય જિનરાયના એક ઉત્તમગુણ અવદાન સાત બોલથી વર્ણવ્યા, પદ્મવિજ્ય વિખ્યાત. ૩