________________
૧૩
આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરૂં યત્ન પણ હું ધર્મને તો નવ ગણું, બની મેહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. ૧૬
આત્મા નથી પરભવ નથી વળી પુણ્ય પાપ કશુ નથી, મિથ્યાત્વની કટુ વાણું મેં ધરી કાન પીધી સ્વાદથી; રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તો પણ અરે, દીવ લઈ કુવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે. ૧૭
મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી, ને શ્રાવક કે સાધુઓને ધમ પણ પાળે નહિ, પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં પડ્યા જેવું થયું, ધોબી તણું કુત્તા સમું, મમ જીવન સહુ એળે ગયું. ૧૮ હું કામધેનું કલ્પતરૂ ચિંતામણીના પ્યારમાં, ખેટા છતાં ઝંખો ઘણું બની લુખ્ય આ સંસારમાં; જે પ્રગટ સુખ દેનાર હારો ધર્મ તે સેવ્યો નહિ, મુજ મૂખ ભાવેને નિહાળી નાથ ? કર કરૂણ કંઈ. ૧૯ મે ભેગ સારા ચિંતવ્યા તે રેગ સમ ચિંત્યા નહિ, આગમન ઈચ્છયું ધન તણું પણ મૃત્યુને પીછળ્યું નહિ, નહિ ચિંતવ્યુ નક–કારાગ્રહ સમી છે નારીએ, મધુબિંદુની આશામહીં ભય માત્ર હું ભૂલી ગયા. ૨૯