________________
-
૧૨
કરે કાળજાને કતલ પીડા કામની બીહામણી, એ વિષયમાં બની અંધ હું વિડંબના પાયે ઘણું; તે પણ પ્રકાશ્ય આજ લાવી લાજ આપ તણી કને, જાણે સહુ તેથી કહું કર માફ મારા વાંકને. ૧૧
નવકાર મંત્ર વિનાશ કીધે અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે હણું આગમોની વાણીને; કુદેવની સંગત થકી કર્મો નકામાં આચર્યા, મતિ ભ્રમ થકી રને ગુમાવી કાચ કકડા મેં ગ્રા. ૧૩
આવેલ દષ્ટિમાર્ગમાં મૂકી મહાવીર આપને, મેં મૂઢધીએ હૃદયમાં ધ્યાયા મદનના ચાપને; નેત્રમાણે ને પયોધર નાભી ને સુંદર કટિ, શણગાર સુંદરીઓ તણું છટકેલ થઈ જોયા અતિ. ૧૩
મૃગનયન સમ નારી તણું મુખ ચંદ્ર નિરખવા થકી, મુજ મન વિષે જે રંગ લાગ્યું અલ્પ પણ ગૂઢ અતિ; તે શ્રતરૂપ સમુદ્રમાં ધયા છતાં જાતે નથી, તેનું કહો કારણ તમે બચું કેમ હું આ પાપથી. ૧૪
સુંદર નથી આ શરીર કે સમુદાય ગુણ તણે નથી, ઉત્તમ વિલાસ કળા તણી દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તે પણ પ્રભુ અભિમાનથી અકકડ ફરું, ચોપાટ ચાર ગતિ તણી સંસારમાં ખેલ્યા કરૂં. ૧૫