________________
૧૪
હું શુદ્ધ આચાર વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પરઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો; વળી તીર્થના ઉદ્ધાર આદિ કઈ કાર્યો નવ કર્યા, ફેગટ અરે ! આ લક્ષ ચોરાશી તણું ફેરા ફર્યા. ૨૧ ગુરૂવાણીમાં વૈરાગ્ય કે રંગ લાગે નહિ મને, દુર્જન તણું વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને, તરૂં કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહિ જરી, તૂટેલ તળિયાને ઘડે જળથી ભરાયે કેમ કરી. ૨૨ મેં પરભવે નથી પુન્ય કીધું ને નથી કરતો હજી, તે આવતા ભવમાં કહે કયાંથી થશે હે નાથજી; ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયે, સ્વામી ત્રિશંકુ જેમ આકાશમાં લટકી રહ્યો. ૨૩ અથવા નકામું આપ પાસે નાથ શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય? આ ચરિત્ર મુજ પિતા તણું; જાણે સવરૂપ ત્રણ લેકનું તે માહરૂં શું માત્ર આ ! જયાં કોડને હિસાબ નહિ ત્યાં પાઈની તો વાત જ્યાં! ૨૪ હારાથી ન સમર્થ અન્ય દીનને ઉદ્ધારનારે પ્રભુ, મહારાથી નહિ અન્ય પાત્ર જગતમાં જોતાં જ હેવિભુ, મુક્તિ મંગળસ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણું, આપ સમ્યગ-રત્ન શ્યામ જીવને તે તૃપ્તિ થાચે ઘણ. ૨૫