________________
૨૯૨
શ્રીમતીને એ વળી, મંત્ર ફળ્યો તત્કાળ, ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ; શિવકુમારે જોગી, સોવન પુરિસો કીધ, ઈમ ઈણે મંત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ. એ દસ અધિકાર, વીર જિનેસર ભાગે, આરાધન કેરે વિધિ, જેણે ચિત્તમાંહિ રાખ્યો; તેણે પાપ પખાળી, ભવ ભય દૂર નાખ્યો, જિન વિનય કરતાં, સુમતિ અમૃત રસ ચાખે.
ઢાળ આઠમી
(નમે ભવિ ભાવશું—એ દેશી) સિદ્ધારથ રાય કુળતિલ એ, ત્રિશલા માત મહાર તો; અવનીતલે તમે અવતર્યાએ. કરવા અમ પર ઉપકાર તે.
જય જિન વીરજીએ. ૧ મેં અપરાધ કર્યા ઘણા એ, કહેતાં ન લહું પાર તો, તુમ ચરણે આવ્યા ભણીએ, જો તારે તો તાર. તો. જય૦ ૨ આશ કરીને આવિયો એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખ એ, તો કેમ રહેશે લાજ તો. જય૦ ૩ કરમ અલુંજણ આકરાંએ, જનમ મરણ જ જાળ તે; હું છું એહથી ઊભગ્યાએ, છેડાવ દેવ ! દયાલ તો. જય૦ ૪ આજ મનોરથ મુજ ફળ્યાએ, નાઠાં દુઃખ દંદોલત; તૂક્યો જિન એવીશ એ, પ્રગટશ્યા પુણ્ય કલેલ તો જયો. ૫ ભવ ભવ વિનય કુમારડો એ, ભાવ ભક્તિ તુમ પાય તે; દેવ દયા કરી દીજીએ એ, બેધિબીજ સુપસાય તો. જય૦ ૬