________________
ર૯૧
ઢાળ સાતમી (પ્રહ ઊઠી વંદુ, ઋષભદેવ ગુણવંત એ દેશી)
હવે અવસર જાણી, કરી સંલેખન સાર, અણસણ આદરીએ, પચ્ચકખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામે, જીવ લાલચિયે રંક; દુલા એ વળી વળી, અણુસણને પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ધન્ય ધન્ના શાલિભદ્ર, બંધક મેઘકુમાર, અણુસણ આરાધી, પામ્યા ભવને પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરે, એ નવમો અધિકાર. દશમે અધિકાર, મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકે, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપેરે એ સમરે, ચૌદ પૂરવને સાર. જન્માંતર જાતાં, જે પામે નવકાર, તે પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખ, મંત્ર ને કે સંસાર, ઈહ ભવને પરભવે, સુખ સંપત્તિ દાતાર. જુઓ ભલ–ભીલડી, રાજા-રાણી થાય, નવપદ મહિમાથી રાજસિંહ મહારાય; રાણું રત્નવતી બેઠું, પામ્યા છે. સુરભેગ; એક ભવ પછી લેશે, સિદ્ધિ વધૂ સંજોગ,