________________
૨૯૦
ઢાળ છઠ્ઠી (તે દિન ક્યારે આવશે --એ દેશી) ધન ધન તે દિન માહરે, જીહાં કી ધર્મ દાન-શિયળ–તપ-ભાવના, ટાળ્યાં દુષ્કર્મ. ધન- ૧
શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્ર; જુગતે જિનવર પૂજિયા, વળી પિોષ્યાં પાત્ર. ધન૨ પુસ્તક જ્ઞાન લખાવિયાં, જિનવર જિનચેત્ય; સંઘ ચતુવિધ સાચવ્યાં, એ સાતે ક્ષેત્ર. ધન ૩
પડિકમણું સુપેરે કર્યા, અનુકંપા દાન; સાધુ-સૂરિ–ઉવજઝાયને, દીધાં બહુમાન. ધન- ૪ ધમ કારજ અનુમોદીએ, એમ વારંવાર; શિવગતિ આરાધન તણે,એ સાતમે અધિકાર. ધન ૫
ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણું ઠામ; સમતા ભાવે ભાવીએ, એ આતમરામ. ધન. ૬
સુખ દુખ કારણ જીવને કેઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભેળવીએ સોય. ધન. ૭
સમતા વિણ જે અનુસરે, પ્રાણ પુણ્યનું કામ; છાર ઉપર જે લીંપણું, ઝાંખર ચિત્રામ. ધન, ૮ ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મ સાર; શિવગતિ આરાધન તણે, એ આઠમો અધિકાર. ધન- ૯